એક ઇલેક્ટ્રિક હીટર, તંત્રને $100\, W$ ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર એક સેકન્ડમાં $75$ જૂલના દરથી કાર્ય કરતું હોય, તો તેની આંતરિક ઊર્જાનો વધવાનો દર કેટલો હશે ?
એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા પ્રાપ્તિસ્થાનમાંથી $6000 \,cal$ ઉષ્મા મેળવે છે અને તે $27^{\circ} C$ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં આપે છે. એન્જિન વડે થયેલ કાર્ય ......... $kcal$ છે.
એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે
કાર્નોટ એન્જિન $427^{\circ}\,C$ એ $27^{\circ}\,C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે પ્રતિ સેકન્ડ ઉષ્માનો $...........\,kcal / s$ જથ્થો ઉપયોગમાં લેશે.
કાર્નોટ એન્જિન પહેલા $200^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે અને પછી $0^{\circ}\,C$ અને $-200^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે. બંને કિસ્સામાં તેમની કાર્યક્ષમતાનો ગુણોત્તર $...............$
ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
જો કાર્નોટ એન્જિન ઉષ્મા પ્રાપ્તિ તાપમાન $127^{\circ} C$ અને ઠારણ વ્યવસ્થા તાપમાન $87^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરે છે, તો તેની કાર્યક્ષમતા ........ $\%$ છે ?
થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
$40\%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $300 K$ છે. તેની ઠારણ-વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને, કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં $50\%$ વધારવા માટે પ્રાપ્તિસ્થાન તાપમાન ..... $K$ વધારવું પડે ?
$PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
કાર્બન મોનોક્સાઇડને બંધ ચક્ર $abc$ પર લઇ જવામાં આવે છે. જેમાં $bc$ એ આકૃતીમાં દર્શાવ્યા મુજબ સમતાપી પ્રક્રિયા છે. વાયુના તાપમાનને $300 K $ થી $1000 K$ વધારતા તે $7000 J$ ઉષ્મા શોષીને $a$ થી $b$ પર જાય છે તો પ્રક્રિયા દરમીયાન વાયુ વડે મુક્ત થતી ઉષ્મા ...... $J$.
બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ નીચે પ્રમાણે કાર્ય કરે છે. $A$ એ $ {T_1} = 800 K $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_2} K $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે. $B$ એ $ {T_2} K. $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_3} = 300 K. $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે.જો કાર્ય સમાન હોય,તો $ {T_2} =$ ..... $K$
સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે.
એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ...............$kJ$ હશે.
$P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
એક મોલ આદર્શવાયુ પ્રારંભિક અવસ્થા $A$ માંથી અંતિમ અવસ્થા $B $ માં બે જુદી જુદી રીતે જાય છે.પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ $V$ થી $3V $ કરવામાં આવે,ત્યારબાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને $3V$ થી $V$ કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો સાચો $P-V $ આલેખ કયો છે?
$2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
એક એન્જિનની કાર્યક્ષમતા $1/6$ છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $ 62^o C$ ઘટાડવામાં આવે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. સ્ત્રોતનું તાપમાન ...... $^oC$ હશે
એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં $227^oC$ અને $127^oC$ વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $ 6 \times {10^4}\; cal$ જેટલું ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું મૂલ્ય ($\times {10^4}\; cal$ માં) કેટલું હશે?
શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*