Explore our large set of questions to practice for your standard seamlessly
1
દળ $m$ ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે $m$ દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે $3$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ $m$ માં $1\; kg$ નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ $5\; s$ થાય છે. $m$ નું મૂલ્ય $kg$ માં કેટલું હશે?
$1.00 \times 10^{-20}$ કિગ્રા દળ ધરાવતો કણ $1.00 \times 10^{-5} \,s$ ના આવર્તકાળ થી અને $1.00 \times 10^3 \,m / s$ ની ઝડપે સરળ આવર્ત દોલનો કરે છે. મધ્યબિંદુથી તેનું મહત્તમ સ્થાનાંતર .......... $mm$ થશે.
$10\, kg$ દ્રવ્યમાનની એક વર્તુળાકાર તક્તી તેના કેન્દ્રથી જોડેલ તાર દ્વારા લટકાવવામાં આવેલ છે. આ તક્તીને ઘુમાવીને તારમાં વળ ચડાવી તેને મુક્ત કરવામાં આવે છે. આ વળ (ટોર્શનલ) દોલનોનો આવર્તકાળ $1.5\, s$ છે. આ તક્તીની ત્રિજ્યા $15 \,cm$ છે. આ તારનો ટોર્શનલ સ્પ્રિંગ-અચળાંક નક્કી કરો. ($\alpha -$ એ ટૉર્શનલ સ્પ્રિંગ-અચળાંક છે જે સંબંધ $J = -\alpha \theta $ દ્વારા વ્યાખ્યાયિત છે. જ્યાં $J $ પુનઃસ્થાપક બળ-યુગ્મ અને $\theta $ એ વળ-કોણ છે.)
$20 \,cm$ નાં સરખા કંપવિસ્તાર, સરખા આવર્તકાળ સાથે એક જ મધ્યબિંદુ આસપાસ એક જ રેખા પર બે કણ ગતિ કરે છે. જો તેમની વચ્ચેનું મહત્તમ અંતર $20 \,cm$ હોય, તો તેમની કળાનો તફાવત કેટલા રેડિયન જેટલો થશે ?
$2.0$ સે આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિ કરતાં પિસ્ટન પર એક બ્લોક રાખેલ છે. આ બ્લોકને પિસ્ટનથી જુદો કરી શકાય તેવો પીસ્ટનનો વેગ ........... $ms ^{-1}$ હશે ?
$90 \,J$ જેટલી કંપનગતિની ઊર્જા અને $6 \,cm$ નો કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્તગતિ એક કણ કરી રહ્યો છે. જ્યારે તે કણ મધ્યબિંદુુથી $4\, cm$ અંતરે પહોંચે છે. ત્યારે એક ક્ષણ માટે રોકીને છોડવામાં આવે છે. હવે તેનાં દોલનની નવી ઉર્જા ......... $J$ થશે.
k બળ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે દળ $m$ જોડવામાં આવેલ છે અને તે મુજબ સપાટી જોડેલ છે.અને તે આકૃતિ મુજબ સપાટી જોડેલ બીજી સ્પ્રિંગને અડે છે. નાના દોલનોનો આવર્તકાળ કેટલો થાય?
$L$ લંબાઇ અને $k$ બળઅચળાંક ઘરાવતી સ્પ્રિંગને $m$ લગાવીને સરળ આવર્તગતિ કરાવતા તેની આવર્તકાળ $T$ છે. સ્પ્રિંગને બે સમાન ભાગમાં ટુકડા કરી એક ટુકડાને $m$ દળ લટકાવીને સરળ આવર્તગતિ કરાવતા તેનો આવર્તકાળ કેટલો થાય?
$m$ જેટલું દળ ધરાવતો સરળ આવર્તગતિ કરતો લોલક કુલ $E$ જેટલી ઊર્જા ધરાવે છે. જ્યારે કોઈ પણ ક્ષણે જો તેના પોતાના પથ પર મહત્તમ અંતરે હોય તો $\frac{\pi}{3}$ ના કળાના તફાવતથી તેનો રેખીય વેગમાન કેટલું થશે ?
$M$ દળ અને $R$ જેટલી ત્રિજ્યા ધરાવતી તક્તી તેના પરિઘ પરના કોઈ બિંદુ બાંધીને લટકાવેલ છે. જે ઊર્ધ્વ દિશામાં લટકાવેલ છે. તેના દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?
$m$ દળનાં કણની એેકદિશ સ્થિતિ ક્ષેત્રમાં સ્શિતિ ઊર્જા $U(x)$ $=\alpha+2 \beta x^2$ છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન અચળાંકો છે. આ દોલનોનો આવર્તકાળ શોધો.
$x=(5.0 \,m ) \cos \left[\left(2 \pi rad s ^{-1}\right) t+\pi / 4\right]$ સમીકરણ અનુસાર એક પદાર્થ સરળ આવર્તગતિ કરે છે. $t=1.5 \,s$ સમયે તેનાં પર લાગતો પ્રવેગ ............ $m/s^2$ હશે.
$y=0$ ની આસપાસ $y$ અક્ષ પર એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. કોઈ એક ક્ષણે તેની ગતિનું સમીકરણ $y=(7 \,m ) \sin (\pi t)$ હોય તો $0$ થી $0.5 \,s$ નાં અંતરાલમાં તેનો સરેરાશ વેગ .............. $m / s$ થશે ?
અવમંદિત દોલનોના કિસ્સામાં, અવમંદન બળ એે દોલનની ઝડપના સપ્રમાણમાં છે. જો કંપવિસ્તાર તેના મહ્ત્તમ અડધો $1 \,s$ માં થઈ જતો હોય તો $2 \,s$ પછી તેનો કંપવિસ્તાર કેટલો હશે ?(શરૂઆતનો કંપવિસ્તાર = $A_0$ જેટલો છે.)
આકૃતિનાં દર્શાવ્યા મુજબની જ પૃથ્વીની સપાટીને સમક્ષિતિજ રહે તેમ ગોઠવવામાં આવેલ છે. આ સ્થિતિમાં સ્પ્રિંગો પર કોઈ તણાવ નથી સામાન્ય સ્થિતિમાં છે. જો ડાબી તરફનું દળ ડાબી તરફ અને જમણી તરફનું દળ જમણી તરફ સરખા અંતેર ખેંચીને છોડવામાં આવે છે. જો પરિણામી અથડામણ સ્થિતિ સ્થાપક હોય તો આ પ્રણાલીના દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
આકૃતિમાં ત્રણ સરળ આવર્ત દોલક $A, B$ અને $C$ ની સ્થિતિ ઊર્જા $(U)$ અને સ્થાન $(X)$ દર્શાવેલા છે. જો દરેકનું દળ સરખું હોય તો ક્યાં દોલકનો આવર્તકાળ સૌથી મોટો હશે ?
આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે બ્લોક $P$ અને $Q$ વચ્ચે ઘર્ષણ છે. પરંતુ $Q$ અને તળિયાની સપાટી વચ્યે ઘર્ષણ લાગતું નથી. સ્પ્રિંગની સામાન્ય સ્થિતિમાં બ્લોક $Q, P$ તે $x=0$ સ્થિતિમાં છે. હવે બ્લોક $Q$ જમણી તરફ થોડો ખેંચીને છોડવામાં આવે છે. આ સ્પ્રિંગ બ્લોક પ્રણાલી $A$ જેટલા કંપવિસ્તારથી દોલનો કરે છે. જો આ સ્થિતિ $P$ બ્લોક $Q$ પરથી સરકવા લાગે તો ક્યા સ્થાને સરકીને નીચે પડશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $4 \,kg$ દળ ધરાવતો કણ સરળ આવર્તગતિ કરે છે. જેની સ્થિતિ ઊર્જા $PE \,(U)$ તેના સ્થાનાંતરે $x$ બદલાય ચલન કરે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?
આકૃતિમાં બતાવ્યા મુજબ $1\,kg$ દળ ને $600\,N / m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. અને તે સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે અને બીજો છેડો દિવાલ સાથે જોડેલ છે. $0.5\,kg$ નું બીજુ દળ પ્રથમ દળ ની સામે $3\,m / s$ ના વેગથી ગતિ કરે છે. જો બંને દળ સંપૂર્ણ બિન સ્થિતિસ્થાપક અથડામણ કરે, તો તેનો કંપનવિસ્તાર અને સમયગાળો શોધો. (સંયોજન થયેલા દળનો)
એક કણ સરળ આવર્તગતિ કરે છે. તેનો વેગ $v$ એ તેના સ્થાન $(x)$ સાથે $v^2+a x^2=b$ પ્રમાણે આધાર રાખે છે. અહીં $a$ અને $b$ ધન અચળાંકો છે. આ દોલનોની આવૃતિ કેટલી હશે ?
એક કણ સુરેખ પથ પર સરળ આવર્તગતિ કરે છે. તેનો કંપવિસ્તાર $2 \,cm$ છે. જ્યારે મધ્યબિંદુ તેનું અંતર $1 \,cm$ અને વેગ અને પ્રવેગનાં મુલ્યો સરખા હોય તો તેનો આવર્તકાળ શોધો.
એક ઘડિયાળ $S$ એક સ્પ્રિંગના દોલનોને આધારે છે. જ્યારે બીજી ઘડિયાળ $P$ સાદા લોલકને આધારે છે. બંને ઘડિયાળ પૃથ્વીના દર મુજબ જ ફરે છે. તે બંનેને પૃથ્વી જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વીથી બે ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર લઈ જવામાં આવે તો ક્યું વિધાન સત્ય છે ?
એક પદાર્થ રેખીયપથ પર અરળ આવર્તગતિ કરે છે. મધ્યબિંદુથી $4$ મીટર અંતરે તેનો વેગ $3 \,ms ^{-1}$ છે અને મધ્યબિંદુથી $3 \,m$ અંતરે તેનો વેગ $4 \,ms ^{-1}$ છે. આ દોલકની કોણીય આવૃત્તિ અને કંપવિસ્તાર કેટલો હશે ?
એક સમક્ષિતિજ પાટીયું $A$ જેટલા કંપવિસ્તારથી ઊપર નીચે સરળ આવર્ત દોલન કરે છે. આ પાટીયાનો સંપર્ક ગુમાવ્યા વગર તેના પર કોઈ પદાર્થ મુકી શકાય તે માટે તેના કંપનનો ન્યુનતમ આવર્તકાળ કેટલો હશે ?
એક સરખા સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી ત્રણ સ્પ્રિંગ સાથે $m$ જેટલું દળ આકૃતિ મુજબ લટકાવેલ છે. જો દળને થોડુંક નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો થતા દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
જો કોઈ સ્પ્રિંગને $100 \,g$ દળ $9.8$ સેમી જેટલી ખેંચી શકે છે. જ્યારે તેને ઊર્ધ્વ દિશામાં લટકાવેલી હોય. જો $6.28 \,s$ નો આવર્તકાળ ધરાવતી ગતી કરવાની હોય તો તેની સાથે હવે ............ $g$ દળ ઉમેરવું જોઈએ.
જ્યારે $m$ જેટલા દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. ત્યારે તે $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જ્યારે વધારાનું $2 \,kg$ દળ જોડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ $1\, s$ જેટલો વધે છે. તો $m$ નું મુલ્ય ......... $kg$
ધાતુનો ગોળો ધરાવતું એક લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે આ ગોળાને અસ્નિગ્ધ પ્રવાહીમાં ડુબાડી રાખીને દોલનો કરાવવામાં આવે છે. જો આ પ્રવાહીની ઘનતા ગોળાની ઘનતા કરતાં $1 / 4$ જેટલી હોય તો આ લોલકનો આવર્તકાળ કેટલો થશે ?
નીચેની આકૃતિ વર્તુળાકાર ગતિ બતાવે છે. તેની ત્રિજ્યા, પરિભ્રમણ સમય ગાળો, પ્રારંભિક સ્થિતિ અને પરિભ્રમણ કોણ તેમાં દર્શાવેલ છે. ગતિ કરતા કણનો પ્રક્ષેપણથી ત્રિજ્યા સદિશની સરળ આવર્ત ગતિ $..............$
બે એક સરખી સ્પ્રિંગને બળ અચળાંક $73.5 \,Nm ^{-1}$ જેટલો સરખો જ છે. આકૃતિ $1$ , આકૃતિ $2$ અને આકૃતિ $3$ દ્વારા દર્શાવેલ સ્થિતિમાં તેની લંબાઈમાં વધારો કેટલો થશે ? $\left(g=9.8 \,ms ^{-2}\right)$
બે દોલિત તંત્ર, એક સાદુ લોલક અને બીજું સ્પ્રિંગ - દળનું લંબવત તંત્ર તેનો પૃથ્વીની સપાટી પર ગતિનો સમયગાળો સરખો છે. તેમને ચંદ્ર પર લઈ જવામાં આવે તો $..................$
લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.
લોખંડનો ગોળો ધરાવતું એક સાદું લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે જો આ ગોળો અસ્નિગ્ધ પ્રવાહિમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહિની ઘનતા લોખંડની ઘનતાથી $\frac{1}{12}$ જેટલી હોય તો નવો આવર્તકાળ કેટલો થશે ?
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $5\,cm$ અને આવર્તકાળ $6,\sec$ છે. સમતોલન સ્થાનથી $2.5\,cm$ અંતર હોય,ત્યારે તેની કળા કેટલી હશે?
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $a $ અને આવર્તકાળ $3\, sec$ છે.સમતોલન બિંદુથી અડધા કંપવિસ્તાર સુધી પહોંચવા માટે કેટલો સમય ..... $\sec$ લાગે?
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે.સમતોલન બિંદુથી અડધા કંપવિસ્તાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે?
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે.સમતોલન સ્થાનથી $ \frac{a}{{\sqrt 2 }}\,m $ બિંદુ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે?
સરળ આવર્તગતિ કરતાં કણનું સમીકરણ $x=10( \,cm )$ $\cos \left[2 \pi t+\frac{\pi}{2}\right]$ કે જ્યાં $t$ સમય દર્શાવે છે. $t=\frac{1}{6} \,s$ સમયે તેનાં વેગનું મુલ્ય ......... $cm / s$ હશે.
સરળ આવર્તગતિ કરતાં કણનું સ્થાન સમયની સાથે $x=A\sin \omega t$ પ્રમાણે બદલાય છે. તેના મધ્યબિંદુથી મહત્તમ અંતરના વચ્ચેના બિંદુ સુધી પહોંચતા સરેરાશ ઝડપ કેટલી હશે ?
સરળ આવર્તગતિ કરતાં કણનો આવર્તકળ $8$ સેકન્ડ છે. તો $t=0$ સમયે મધ્યબિંદુ પર છે. આ કારણે પ્રથમ સેકન્ડ અને બીજી સેકન્ડ દરમિયાન કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થશે?
સ્પ્રિંગ $P$ અને $Q$ ના બળઅચળાંક $k_p$ અને ${k_Q}\left( {{k_Q} = \frac{{{k_p}}}{2}} \right)$ ને સમાન બળથી ખેચવામાં આવે છે. જો $Q$ માં ઉર્જા $E$ હોય તો $P$ માં ઉર્જા કેટલી હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*