નંદિનીનું ઘર એની શાળાથી $\frac{9}{10}$ કિલોમીટર દૂર છે . તે થોડું ચાલીને પછી બસમાં $\frac{1}{2}$ કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે , તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો ?
શુભમે તેના રૂમની દીવાલનાં $\frac{2}{3}$ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના $\frac{1}{3}$ ભાગ પર રંગ કરવામાં મદદ કરી, તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો $?$
$A$ વર્ગમાં $25$ વિદ્યાર્થીઓ છે, તેમાંના $20$ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. બીજા $B$ વર્ગમાં $ 30$ વિદ્યાર્થીઓ છે, તેમાંના $24$ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે, તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ $($ફસ્ટ$)$ ક્લાસ સાથે પાસ થયા કહેવાય $?$
રમેશ પાસે $20$ પેન્સિલ છે. શીલુ પાસે $50$ પેન્સિલ છે. જમાલ પાસે $80 $પેન્સિલ છે. $4$ મહિના પછી રમેશે $10$ પેન્સિલનો ઉપયોગ કરી લીધો. શીલુએ $25$ પેન્સિલનો અને જમાલે $40$ પેન્સિલનો ઉપયોગ કર્યા. દરેકે કેટલામા ભાગનો ઉપયોગ કર્યો ? ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો ?
ક્રિસ્તિનને તેના જન્મદિન પર સી . ડી . પ્લેયર મળ્યું . તેણીએ $3CDs$ ખરીદી હતી અને $5$ બીજી ભેટમાં મળી . એના દ્વારા ખરીદી કરેલ $CD $ ની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો એ કયો અપૂર્ણાંક ભાગ છે $?$
આર્યા , અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. તે રીતે આર્યા તેની સેન્ડવીચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવીચનો ભાગ આવે. $ (a)$ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે?.$(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે$?$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*