$1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે $4 \,V\, emf$ ની એક બેટરી અને શ્રેણી અવરોધ $R$ જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર $10\,cm$ એ $5\, mV$ વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું $R$ નું મૂલ્ય ............... $\Omega$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઈના અને $d$ વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને $R$ અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે $2l$ લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ $..............d$ થશે.
મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ $X$ ને અવરોધ $Y$ વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી $40\, cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય તો $3X$ અવરોધને $Y$ અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... $cm$ અંતરે મળે?
આપેલ આકૃતિમાં મીટરબ્રીજ $AB$ નો અવરોધ $4\,\Omega $ છે. $\varepsilon \, = 0.5\,\,V$ જેટલું $emf$ ધરાવતા કોષ અને $R_h=2\,\Omega $ ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ $J$ પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા $\varepsilon = \varepsilon_2$ જેટલા $emf$ ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે $R_h=6\,\Omega $ માટે $J$ બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે $\varepsilon_2\, emf$ .............. $V$ થશે.
વાહકમાં વિધુત પ્રવાહ સમય $t$ સાથે $I = 2t + 3 t_2$ પ્રમાણે બદલાય છે. જ્યાં $I$ = એમ્પિયરમાં અને $t$ = સેકન્ડમાં છે. વાહકના આડછેદમાંથી $t = 2\,\ sec$ થી $t = 3\,\ sec$ દરમિયાન પસાર થતો વિધુતપ્રવાહ .......... $C$ શોધો.
સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુતસ્થિતિમાન પર લગાવવામાં આવે છે.તેમની અવરોધકતા અને લંબાઈ $\rho$ અને $L$ (તાર $1$) $1.2\,\rho$ અને $1.2\,L$ (તાર $2$ ), $0.9\,\rho $ અને $0.9\,L$ (તાર $3$ ) અને $\rho$ અને $1.5\,L$ (તાર $4$ ). તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉતરતા ક્રમમાં ગોઠવો.