Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાદા લોલકનો કોણીય વેગ અને કંપવિસ્તાર અનુક્રમે $\omega$ અને $a$ છે. સમતોલન સ્થાનથી $X$ સ્થાનાંતરે ગતિઊર્જા $T$ અને સ્થિતિઊર્જા $V$ હોય, તો $T$ નો $V$ સાથેનો ગુણોત્તર કેટલો થાય?
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે.સમતોલન બિંદુથી અડધા કંપવિસ્તાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે?
સમાન કંપવિસ્તાર $A$ અને કોણીય આવૃત્તિ $\omega$ ધરાવતાં બે કણો $X-$ અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં મધ્યમાન સ્થાનો વચ્ચેનું અંતર $X _{0}\;(X_0 > A)$ છે. જો બંને મધ્યમાન સ્થાનો વચ્ચેનું મહત્તમ અંતર $X _{0}+ A$ હોય, તો બંને કણોની ગતિ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક $m$ દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે $'A'$ કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર $fA$ જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો $f$ નું મૂલ્ય કેટલું હશે?