Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં સરળ આવર્ત ગતિ કરે છે. જેની કોણીય આવૃત્તિ $\omega$ છે. આ પ્લેટફોર્મ પર સિક્કો મૂકેલો છે. દોલનનો કંપવિસ્તાર સમય સાથે વધતો જ હોય તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં સિક્કા સૌ પહેલાં પ્લેટફોર્મ પરથી નીચે પડી જશે ?
સેકન્ડ લોલકનો આવર્તકાળ $2\, sec$ છે. તેના પોલા ગોળાનું દળ $50\ gram$ છે. તેને સમાન ત્રિજ્યાવાળા અને $100\; gram$ દળ ધરાવતા ઘન ગોળા વડે બદલવામાં આવે છે. તો તેનો નવો આવર્તકાળ ..... $\sec$ થશે.
સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલકની લંબાઇમાં $21\%$ નો વધારો કરવામાં આવે તો વધારેલી લંબાઈના લોલકનાં આવર્તકાળમાં કેટલો વધારો ($\%$) થાય?
$90 \,J$ જેટલી કંપનગતિની ઊર્જા અને $6 \,cm$ નો કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્તગતિ એક કણ કરી રહ્યો છે. જ્યારે તે કણ મધ્યબિંદુુથી $4\, cm$ અંતરે પહોંચે છે. ત્યારે એક ક્ષણ માટે રોકીને છોડવામાં આવે છે. હવે તેનાં દોલનની નવી ઉર્જા ......... $J$ થશે.