Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$400\,\Omega$ અવરોઘ ઘરાવતી કોઈલને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. જો કોઇલ સાથે સંકળાયેલ ફલકસ $\phi\;(Wb)$ નો સમય $t\;(sec)$ સાથે $\phi= 50{t^2} + 4$ મુજબ બદલાય છે. કોઈલમાં $t=2\;sec$ એ ઉદ્ભવતો પ્રવાહ....$ A$ હશે?
$1\,m$ ની બાજુ અને $1\,\Omega$ નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને $0.5\,T$ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર હશે.
એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા $1000 $ છે. જયારે તેમાંથી $4\;A$ નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ $4 \times10^{-3} \;Wb$ છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... $H$ હશે?
$20\,cm$ લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે $210\,rpm$ વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર $0.2\,T$ મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું $emf$ ........$mV$ છે. $\left(\pi=\frac{22}{7}\right)$
$80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4\, kw$ અને વોલ્ટેજ $100 \,V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200\,V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ કેટલો હશે?
એક ઇન્ડક્ટરનું ગુચળું $64\, {J}$ જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી $8\, {A}$ નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે $640\, {W}$ ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક ($sec$ માં) શોધો.
$40\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $8\, \Omega$ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે અને આ સંયોજનને $2\,V$ ની બેટરીના ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. આ પરિપથનો સમય અચળાંક ($sec$ માં) કેટલો હશે?
$220\,V$ માંથી $11\,V$ કરવા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.પ્રાથમિક ગૂંચળામાં $5\,A$ અને ગૌણ ગૂંચળામાં $90\,A$ નો પ્રવાહ વહન થાય છે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ......$\%$ થાય?