Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકબીજા તરફ $22\, m s^{-1}$ અને $16.5 \, m s^{-1}$ ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર $400\; Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $340 m/s$ છે.)
એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન $A$ સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન $B$ $30\,m / sec$ ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન $300\,Hz$ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત $..........\,Hz$ હોય. (ધ્વનિની ઝડપ $=330\,m / sec$ )
પરસ્પર લંબ હોય, તેવા બે રોડ પર $72km/hr$ અને $36 km/hr$ ના વેગથી જતી કાર એકબીજાને ક્રોસ કરે છે,પહેલી કાર $280Hz$ નો હોર્ન વગાડતાં બંને કારને જોડતી રેખાએ રોડ સાથે બનાવેલો ખૂણો $45°$ હોય,તો બીજા કારના ડ્રાઇવરને કેટલી .... $Hz$ આવૃત્તિ સંભળાય?
વાયોલીનની દોરી સાચા તણાવે $205 \,Hz$ નો નાદ છોડે છે. દોરીને થોડું વધારે તણાવ આપતા $205 \,Hz$ આવૃતિના સ્વરકાંટા સાથે બે સેકન્ડમાં છ સ્પંદ ઉત્પન્ન કરે છે. તરંગ દોરી વડે છોડાતા નાદની આવૃતિ ........ $Hz$ છે.