Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. $45^{\circ}$ નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને $B$ ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે $10\,m$ ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ $B$ એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ $A$ થી બિંદુ $C$ સુધી પહોંચવા લાગતો કુલ સમય $t(\sqrt{2}+1) s$ છે. $t$ નું મૂલ્ય $..........$ હશે. $\left(g=10 m / s ^2\right.$ લો.)
$0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
$10 kg $ દળના એક પદાર્થ પર $(5\hat i + 6\hat j - 7\hat k)\,N$ બળ લગાડતાં તેનું $(4\hat i - 2\hat j + 5\hat k)$સ્થાનેથી $(8\hat i + 6\hat j - 3\hat k)$ સ્થાન સુધી સ્થાનાંતર થાય છે. આ દરમિયાન થયેલું કાર્ય.....$J$ માં શોધો.
એક $m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તૂળમાં $V$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $m V^2/r$ જેટલું બળ પદાર્થના કેન્દ્ર પર સીધું જ લાગે છે. આ બળ દ્વારા જ્યારે પદાર્થ વર્તૂળના પરિઘનું અડધું અંતર કાપે તે દરમિયાન પદાર્થ દ્વારા થતું કાર્ય શોધો.
$K_{A}$ અને $K_{B}\;(K_{A}=2 K_{B})$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $A$ અને $B$ ને સમાન મૂલ્યના બળ વડે ખેંચવામાં આવે છે. જો $A$ માં સંગ્રહિત થતી ઊર્જા $E_{A}$ હોય, તો $B$ માં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે?