Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$70\, kg$ નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ $F$ થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર $0.5\, m$ જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ $1\, m$ ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( $g\, = 10\, ms^{-2}$)
$L$ લંબાઈ અને $M$ દળની લાકડી ઘર્ષણ રહિત સપાટી પર કોઇ પણ રીતે મુક્ત પણે ગતિ કરી શકે છે. $ m$ દળનો બોલ $ v$ ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. બોલનું દળ કેટલું હોવું જોઈએ કે જેથી અથડામણ બાદ તે સ્થિર રહે ?
એક પાતળા સળિયા $MN$ ના છેડા $N$ ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે $\alpha $ નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા $M$ નો વેગ કેટલો હશે?
ઊગમબિંદુથી $\mathop r\limits^ \to = 3\hat i + 2\hat j + 3\hat k$ નો સ્થાન-સદિશ ધરાવતા બિંદુ પર રહેલા કણ ઉપર $\mathop F\limits^ \to = 4\hat i - 3\hat j + 4\hat k\,\,N$ બળ લાગે છે, તો આ કણ પર લાગતું ટૉર્ક .... થાય.
અનુક્રમે $10\,kg$ અને $20\,kg$ દળ ધરાવતા બે વસ્તુઓને $10\,m$ લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. $10\,kg$ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર$.....$
$3 \;kg$ દળ અને $40\; cm$ ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને $30\;N$ બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ ($rad/sec^2$ માં) કેટલો થાય?