Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા $25\%$ જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........$\%$ થશે.
સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ અંતરે રહેલ બે તાર $A$ અને $B$ માથી $I_1$ અને $I_2$ પ્રવાહ પસાર થાય છે.$A$ ને સમાંતર અને $A$ થી $x$ અંતરે $I$ પ્રવાહ પસાર થતો ત્રીજો તાર $C$ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો $x$ ની શક્ય કિમત .....
જ્યારે $4\,\Omega$ ના શંટને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે તો વિચલન $1/5$ જેટલું ઘટે છે. જો વધારાનો $2\,\Omega$ નો શંટ જોડવામાં આવે તો વિચલન કેટલું હશે ?
$L$ જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને $N$ સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર $(B_L)$ અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર $(B_C)$ નો ગુણોત્તર $\frac {B_L}{B_C}$ એ ______ થશે.