$200\, kg$ અને $400\, kg$ નાં બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે અનુક્રમે $600\, km$ અને $1600 \,km$ ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો $T_A$ અને $T_B$ એ અનુક્રમે $A$ અને $B$ નાં આવર્તકાળ હોય તો મૂલ્ય $T_B - T_A =$ ........... હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉપગ્રહ $v$ જેટલી અચળ ઝડપથી એક વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. એક $m$ દળ ધરાવતા પદાર્થને ઉપગ્રહ પરથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના ખેંચાણથી મુક્ત થાય. પદાર્થના મુક્ત કરવાના સમયે તેની ગતીઊર્જા કેટલી હશે?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $100$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$ થાય.
એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?
કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ $2s$ છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.
$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થ શરૂઆતમાં અનંત અંતરે છે.તે બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણને કારણે ગતિ કરે છે.જ્યારે તે એકબીજાથી $r$ અંતરે હોય ત્યારે તેનો સાપેક્ષ વેગ કેટલો હશે?
પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?