Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો $m,\,2\,m$ અને $3\,m$ $x-y$સમતલ માં અનુક્રમે $3\,u,\,2\,u\,$ અને $u$ ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ $P$ એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
$3 \;kg$ દળવાળા પદાર્થ પર અચળ બળ લાગતાં તે સ્થાનાંતર $s$ મીટરમાં કરે છે જેનો સંબંધ $s= \frac{1}{3}{t^2}$ મુજબ આપવામાં આવે છે, જયાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2\;s$ માં આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે?
$m_1$ દળવાળો કણ $v_1$ વેગથી અને $m_2$ દળવાળો કણ $v_2$ વેગથી ગતિ છે. બંનેના વેગમાન સમાન છે પરંતુ તેની જુદી-જુદી ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય, તો ............
પદાર્થને $h_1$ ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે $h _2$ ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર $4$ હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ $\frac{x}{4}$ છે. $x$ નું મૂલ્ય ...... છે
બે $m$ દળના દડાએ અનુક્રમે $6 \,m / s$ અને $8 \,m / s$ વેગ થી એકબીજાથી કાટખૂણે ગતિ કરે છે. જો તેમની વચ્ચેનું અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો સંયુક્ત દળનો વેગ ......... $m/s$ હશે?
$100 gm $ અને $250 gm$ દળના બે દડાઓ $A$ અને $B$ અવગણ્યદળ વાળી તાણેલી (ખેંચેલી) સ્પ્રિંગ વડે જોડેલા છે અને જે લીસા ટેબલ પર મૂકેલા છે. જ્યારે બંને દડાઓને એક સાથે છોડવામાં આવે જેમાં $B$ દડાનો પ્રારંભિક પ્રવેગ $10 cm/sec^2$ પશ્ચિમ દિશામાં લાગે છે. $A $ દડા ના પ્રારંભિક પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.
એક હવામાં જતાં પદાર્થનો વેગ $(20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})$ છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર $1: 5$ છે.નાનો પદાર્થ $(100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})$ ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?
એક કણ કે જે $\vec F = 3\vec i -12\vec j$ બળ અનુભવે છે તેનું $\vec d = 4\vec i$ સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા $3\,J$ હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?