આમ, \(1\, mole\) પાણી ( \({6.02 \times {{10}^{23}}}\) અણુઓ )નું દળ \(18\,g\) છે. આથી, \(1\) પ્યાલા પાણીમાં અણુઓની સંખ્યા \((250/18) \times 6.02 \times {10^{23}}\) છે. પાણીનો દરેક અણુ બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઑક્સિજન પરમાણુ, એટલે કે \(10\) ઇલેક્ટ્રૉન અને \(10\) પ્રોટોન ધરાવે છે. આથી, કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિધુતભારનાં માન સમાન છે. તે \((250/18) \times 6.02 \times {10^{23}} \times 10 \times 1.6 \times {10^{ - 19}}\,C = 1.34 \times {10^7}\,C\) છે.