Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ ઘરેથી $2.5 \,km$ દૂર આવેલી માર્કેટ સુધી $5\,km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,અને $7.5\,km/hr $ની ઝડપથી ઘરે પાછો આવે તો $0$ થી $40 \,min$ વચ્ચે સરેરાશ ઝડપ કેટલી થાય?
એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં $150\,m/s$ ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના $3\,s$ અને $5\,s$ બાદના વેગનો ગુણોત્તર $\frac{x+1}{x}$ છે.$x$ નું મૂલ્ય $........$ છે.$\text { ( } g=10\,m / s ^2$ લો.)
બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?
એક કણ સીધી રેખાની દિશામાં ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર $x$ એ કોઈપણ $t$ ક્ષણે $x^2=1+t^2$ વડે અપી શકાય છે. કોઈપણ $\mathrm{t}$ ક્ષણે તેનો પ્રવેગ $x^{-\mathrm{n}}$ હોય તો $\mathrm{n}=$ . . . . ..
$O$ અને $A$ વચ્ચેચના સીધી રેખાની સાપેક્ષે ગતિ કરી રહેલ પદાર્થ નો સ્થાન-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. $O$ અને $A$ વચ્ચેની ગતિ દરમિયાન, કેટલી વાર પદાર્થ સ્થિર થાય છે?
એક પેરાશૂટધારી કૂદી પડયા પછી ઘર્ષણરહિત અવસ્થામાં $50 \,m$ જેટલો નીચે આવે છે. ત્યારબાદ પેરેશૂટ ખોલતાં તે $2\, m/s^2$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરે છે. તે જમીન પર $3 \,m/s$ ના વેગથી પહોંચે છે. તેણે કેટલી ઊંચાઇએથી ($m$ માં) કૂદકો માર્યો હશે?