Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?
ત્રણ કાળો,ભૂખરો અને સફેદ પદાર્થ $2800\,^oC$ જેટલું તાપમાન સહન કરી શકે છે. ત્રણેય પદાર્થને ફર્નેસમાં નાખતા ત્રણેય $2000\,^oC$ તાપમાન પ્રાપ્ત કરે તો કયો પદાર્થ વધુ તેજસ્વીતા થી ચળકશે?
એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ $A$ છે, જેમાં પાણી (ઘનતા $=\rho,$ વિશિષ્ટ ઉષ્મા $=s$) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન $-26^{\circ} \mathrm{C}$ જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે $x$ છે.
બરફની ઉષ્માવાહકતા ${K}$ અને ગલનગુપ્તઉષ્મા $L$ લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?
બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)