Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,kg$ દળનો પદાર્થ $20\,m/s$ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ $5\,s$ પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g =10 \;ms ^{-2}$ લો)
એક જંતુ અર્ધગોળાકાર સપાટી પર ધીમે ધીમે ચડે છે. જંતુ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $1/3$ છે.જો જો જંતુ અને અર્ધગોળાકાર સપાટી ના કેન્દ્ર ને જોડતી રેખા શિરોલંબ સાથે $\alpha $ નો ખૂણો બનાવતો હોય તો જંતુ સરકી ન જાય તેના માટે $\alpha $ ની મહત્તમ શક્ય કિંમત શું થાય?
$m$ દળની એક કાર $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો $\mu_s $ રોડ અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય, તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ?
એક ટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ $20\ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે તેની પોતાની ઉપર એક ફલાય વ્હીલ જોડેલું છે જેની સમક્ષિતિજ ધરી સાથે બેરિંગ જોડેલી છે તેની આસપાસ $40\ rad/s$ થી ભ્રમણ કરે છે. વ્હીલનો પરિણામી કોણીય વેગ..... હશે.
એક બ્લોક $A$ જે લીસી ઢોળાવવાળી સપાટી પર મૂકેલો છે, અને બીજો બ્લોક $B$ જે ખરબચડી ઢોળાવવાળી સપાટી પર મુકેલો છે તેમના પ્રવેગનો ગુણોતર $2 : 1$ છે, તો બ્લોક $B$ અને ઢોળાવવાળી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ..... છે.
$5\, kg$ ના બ્લોક ને, $(i)$ કિસ્સા $(A)$ મુજબ ધકેલવામાં અને $(ii)$ કિસ્સા $(B)$ મુજબ ખેચવામાં આવે છે,જ્યાં બળ $F = 20\, N$,સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ ના પ્રવેગનો તફાવત ........ $ms^{-2}$ મળશે. $(g = 10\, ms^{-2})$