Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. જો પ્લેટો વચ્ચેના અવકાશને $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકમાં પદાર્થ વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ હોય તો કેપેસિટરનો નવો કેપેસિટન્સ શોધો.
આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?
નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર $\mathrm{C}_{1}$ અને $\mathrm{C}_{2}$ નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ $k$ દ્વારા ટર્મિનલ $a$ અને $b$ ને જોડેલ હોય ત્યારે $\mathrm{C}_{1}$ કેપેસીટરને $ V\; volt \;emf $ ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ $a$ અને $b$ ને અલગ કરી ટર્મિનલ $b$ અને $c$ જોડવામાં આવે તો કેટલા $\%$ ઉર્જાનો વ્યય થશે?
કેપેસિટરને $320\,\ volts$ સુઘી ચાર્જ કરીને અવરોઘ સાથે જોડવામાં આવે છે. $1\ second$ બાદ વોલ્ટેજ $240\ volts$ હોય તો $2$ અને $3\ seconds$ બાદ વોલ્ટેજ કેટલો થાય?
હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?
$1\,cm$ અને $2\, cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને $1.5 \times 10^{-8}$ અને $0.3 \times 10^{-7}$ કુલબના ધન વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલા છે. જ્યારે તેઓને તાર વડે જોડવામાં આવે છે તો વિદ્યુતભાર......
બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$1$ જેટલો ડાઈઈલેક્ટ્રીક અચળાંક ધરાવતા અવાહકથી બનેલો સાધન ગોળો નિયમિત રીતે ચાર્જ કરવામાં આવ્યો છે. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે તેમ ધારી લઈએ તો તેની સપાટીએ $V$ સ્થિતિમાન શૂન્ય લઈએ તો તેના કેન્દ્ર પર કેટલો સ્થિતિમાન મળશે?
પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$