Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?
એક $40 \,kg$ નાં સ્લેબ ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલો છે. એક $10 \,kg$ નો બ્લોક સ્લેબ પર સ્થિર પડયો છે. બ્લોક અને સ્લેબ વચ્ચે સ્થિત ઘર્ષણાંક $0.6$ અને ગતિક ઘર્ષણાંક $0.4 $ છે. $10 \,kg$ બ્લોક પર $100 \,N$ નો સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. જો $g=10 \,m / s ^2$ છે, તો સ્લેબનો પરિણામી પ્રવેગ ................ $m / s ^2$ હશે
એક કાર $R$ ત્રિજયાના વક્ર માર્ગ પર ગતિ કરે છે. માર્ગનો ઢાળ $\theta $ કોણ જેટલો છે. કારના ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક ${\mu _s}$ છે. આ માર્ગ પર મહત્તમ સલામત વેગ કેટલો હશે?
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?