Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
કોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરમાં જ્યારે કોષ ખુલ્લા પરિપથમાં (open circuit) હોય ત્યારે તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ $\ell $ મળે છે. હવે કોષને $R$ અવરોધ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. જો $R$ નું મૂલ્ય કોષના આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોય તો પોટેન્શિયોમીટરમાં તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ કેટલી મળશે?
વર્તૂળમય આડછેદ ધરાવતા અને $i$ વિધુત પ્રવાહ વહન કરતાં ℓ લંબાઈનો આકૃતિમાં વાહક દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યાથી $a$ થી $b$ તરફ રેખીય રીતે બદલાય છે. $(b - a) < < ℓ$ ધારો, ડાબી બાજુના છેડેથી $x$ અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો.
સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુતસ્થિતિમાન પર લગાવવામાં આવે છે.તેમની અવરોધકતા અને લંબાઈ $\rho$ અને $L$ (તાર $1$) $1.2\,\rho$ અને $1.2\,L$ (તાર $2$ ), $0.9\,\rho $ અને $0.9\,L$ (તાર $3$ ) અને $\rho$ અને $1.5\,L$ (તાર $4$ ). તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉતરતા ક્રમમાં ગોઠવો.
આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે ${AC}$ ની લંબાઈ $250\;cm$ માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ $(1)$ થી બિંદુ $(2)$ પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ $400\, {cm}$ થાય છે. બે કોષોના $e.m.f.$ નો ગુણોત્તર, $\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}$ કેટલો હશે?