Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $12\,V,60\,W$ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા $(secondary)$ સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા $(primary)$ને $220\,V$ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં $.......\,A$ પ્રવાહ વહેશે.
ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)$ વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ $5$ ઓહમ હોય તો ગૂંચળામાં $t=2 \,s$ એ પ્રેરિત પ્રવાહ $....\,A$ ગણો.
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $U$ આકારની વાહક ટ્યુબ બીજી વાહક ટ્યુબની અંદર એવી રીતે સરકે છે કે જેથી તેમની વચ્ચે વિદ્યુતીય સંપર્ક રહે છે.આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીયક્ષેત્ર $B$ સમતલને લંબ રીતે પ્રવતે છે.બંને ટ્યુબ એકબીજા તરફ $v$ વેગથી ગતિ કરતી હોય તો તેમાં કેટલો $emf$ ઉત્પન્ન થશે?
$10\,cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન $3.0 \times 10^{-5}\, T$ ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. $0.2\,Sec$ માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ $emf.......\mu V$
$1\, {m}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર $\vec {B}$ ના ફેરફાર દ્વારા ગરમ કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગૂચાળાના સમતલને લંબ પસાર થાય છે. ગુંચળાનો અવરોધ $2\, \mu\, \Omega$ છે. ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે એવી રીતે બંધ થાય છે કે જેથી તેનો સમય સાથેનો ફેરફાર $B =\frac{4}{\pi} \times 10^{-3} T \left(1-\frac{ t }{100}\right)$ મુજબનો છે. ચુંબકીયક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ગુંચળા દ્વારા વિખરાયેલી ઊર્જા $E$ ($m \,J$ માં) કેટલી હશે?
$r $ ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે $\frac{{d\vec B}}{{dt}}$ ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ નું $(R>r) $ લૂપ $-1,r $ ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા $ R$ ત્રિજયાનું લૂપ $- 2$ ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ $emf$ નું મૂલ્ય કેટલું હશે?