Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તારમાંથી વહેતો વિધુતપ્રવાહ સમય સાથે $I = 3t^2 + 2t + 5$ સૂત્ર પ્રમાણે બદલાય છે, તો તારના કોઇ આડછેદમાંથી $t = 0$ થી $t = 2$ સેકન્ડના ગાળામાં પસાર થતો વિધુતભાર ........... $C$ થાય.
બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$ નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
$4\,\mu F$ ના કેપેસીટરને $400\, volts$ વડે ચાર્જ કરવામાં આવે અને તેની પ્લેટને $1\,k\Omega $ અવરોધ ધરાવતા અવરોધ વડે જોડવામાં આવેલ છે. આ અવરોધ દ્વારા કેટલા $J$ ઉષ્મા ઉત્પન્ન થશે?
$100\,^oC$ તાપમાને ગોળાના ફીલામેન્ટનો અવરોધ $100\, \Omega$ છે. જે તેના અવરોધનો તાપમાન ગુણાંક $0.005$ પ્રતિ $\,^oC$ હોય તો ............. $^oC$ તાપમાને તેનો અવરોધ $200\, \Omega$ હશે.?
એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા $P$ અને $Q$ નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે $R=400\,\Omega$, બ્રિજ સંતુલન થાય છે. $P$ અને $Q$ ની અદલાબદલી કરતા સંતુલન માટે $R$ નું મૂલ્ય $405\,\Omega$ છે. $X$ નું મૂલ્ય .................. $ohm$ ની નજીકનું હશે
બે ગૂંચળાઓને જ્યારે સમાન ઉદ્દગમ સાથે જોડતાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે $20$ મીનીટ અને $60$ મીનીટ સમય લાગે છે. જે તેઓને સમાન ઉદ્દગમ સાથે સમાંતર ગોઠવણમાં જોડવામાં આવે તો સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટ લાગતો સમય ........... મીનીટ હશે.
પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $1200\; \mathrm{cm}$ અને તે $60 \;\mathrm{mA}$ પ્રવાહનું વહન કરે છે. $ 5\; \mathrm{V}\; emf$ અને $20\; \Omega,$ આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ $1000\; \mathrm{cm}$ મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. $\Omega$ હશે?
એક નિયમિત ધાત્વીય તારને જ્યારે $3.4$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $2\,A$ નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$, ધનતા $8.92 \times 10^3\,kg / m ^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega- m$ છે. તારની લંબાઈ $l=........m$ હશે.