Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,\mu \,F$ ના ચાર કેપેસીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. જો $dc$ વોલ્ટમીટરનું અવલોકન $200\,V$ હોય તો કેપેસીટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે?
એક $C - R$ પરિપથના પ્રયોગમાં બે સમાન કેપેસિટર એક અવરોધ અને $6\;V$ નો $DC$ ઉદગમ જોડેલો છે. સમાંતર રીતે જોડેલાં અને સંપૂર્ણ ચાર્જ કરેલાં કેપેસીટર્સનો વોલ્ટેજ $10$ સેકન્ડમાં અડધો થઈ જાય છે. જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે, તો વોલ્ટેજ અડધો થતાં કેટલો સમય ($sec$ માં) લાગે?
$200 \,\mu {F}$ ના સમાંતર પ્લેટ કેપેસીટરને $200 \, {V} $ ની બેટરી સાથે જોડેલ છે. બેટરીને જોડેલી રાખીને $2$ ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિકને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે. કેપેસીટરની વિદ્યુતઊર્જામાં થતો ફેરફાર ($J$ માં) કેટલો હશે?
$14\, pF$ કેપેસિટરને $V =12\, V$ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક $k =7$થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર $..........pJ$ થાય.
બે વિદ્યુતભારો $(- ve)$ કે જે દરેકનું મૂલ્ય $q$ છે. તેઓ $2 r$ અંતર દૂર આવેલા છે. $(+ ve)$ વિદ્યુતભાર $q$ એ તેઓના કેન્દ્ર આગળ મૂકેલો છે. તંત્રની સ્થિતિ ઊર્જા $U_1$ છે. જો બે નજીક વિદ્યુતભારો પરસ્પર બદલાતા હોય અને સ્થિતિ ઊર્જા $U_2$ બનતી હોય તો $U_1/ U_2$ શું હશે.
નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર $\mathrm{C}_{1}$ અને $\mathrm{C}_{2}$ નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ $k$ દ્વારા ટર્મિનલ $a$ અને $b$ ને જોડેલ હોય ત્યારે $\mathrm{C}_{1}$ કેપેસીટરને $ V\; volt \;emf $ ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ $a$ અને $b$ ને અલગ કરી ટર્મિનલ $b$ અને $c$ જોડવામાં આવે તો કેટલા $\%$ ઉર્જાનો વ્યય થશે?