Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવાના કણોનું સ્થાનાંતર $(s)$ એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત $(\Delta p)$ ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર $(s)$ એ ધ્વનિની ઝડપ $(v),$ હવાની ઘનતા $(\rho)$ અને આવૃતિ $(f)$ પર પણ આધાર રાખે છે. જો $\Delta p \approx 10\, Pa , v \approx 300\, m / s , p \approx 1\, kg / m ^{3}$ અને $f \approx 1000 \,Hz$ હોય તો $s$ નું મૂલ્ય કયા ક્રમનું હશે?
$t= 0$ સમયે $x-$દિશામાં ગતિ કરતાં તરંગ માટે વિક્ષેપ (disturbance)$y (x, t)$, $y = \frac{1}{{1 + {x^2}}}$ મુજબ અને $t= 2\;s$ દરમિયાન $y = \frac{1}{{\left[ {1 + {{\left( {x - 1} \right)}^2}} \right]}}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. જો તરંગનો આકાર ગતિ દરમિયાન બદલાતો ના હોય તો તરંગનો વેગ $m/s$ માં કેટલો થાય?
એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.