Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે.સમતોલન બિંદુથી અડધા કંપવિસ્તાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે?
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ ગોઠવેલ સ્પ્રિંગ પર હલકા સપાટ પાટિયા પર $2\; kg$ દળનો પદાર્થ મૂકેલો છે. સ્પ્રિંગ અને પાટિયાનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગને થોડી દબાવીને છોડી દેતાં તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $200\; N/m$ છે. આ દોલનનો ઓછામાં ઓછો કંપવિસ્તાર કેટલો હોવો જોઇએ જેથી પદાર્થ એ પાટિયા પરથી છૂટો પડી જાય? ($g=10 m/s^2$ લો)
$1 \,kg$ દળ સ્પ્રિંગ પર લટકાવીને $12\, cm$ કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. $2\, minutes$ પછી તેનો કંપવિસ્તાર $6\, cm$ થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? ($In 2=0.693$ )
એક કણ $A$ જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે.કણ જયારે તેની સરેરાશ અવસ્થાની $\frac{{2A}}{3}$ જેટલા અંતરે હોય છે,ત્યારે અચાનક તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે છે.કણનો નવો કંપવિસ્તાર છે:
આપેલ સમયે સાદા આવર્ત લોલકના સ્થાનાંતરનું મૂલ્ય $y = A \cos \left(30^{\circ}\right)$ વડે આપવામાં આવે છે. જો કંપવિસ્તાર $40\,cm$ હોય અને આ સમયે ગતિઊર્જા $200\,J$ હોય, તો બળ અચળાંકનું મૂલ્ય $1.0 \times 10^x Nm ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ....... થશે.
એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]