Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.
એક સ્વરકાંટાની આવૃતિ $800 \;{Hz}$ છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ $9.75 \;{cm}, 31.25\;{cm}$ અને $52.75\; {cm} $ લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....$m/s$ હશે?
$10$ સ્વરકાંટાને આવૃતિના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે કે જેથી કોઈપણ બે અનુક્રમિત સ્વરકાંટા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન કરે છે. મહત્તમ આવૃતિ લઘુત્તમ આવૃતિ કરતાં બમણી છે. તો શક્ય મહત્તમ અને લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી છે.
દોરીમાં રહેલ તરંગનો કંપવિસ્તાર $2\;cm$ છે. તરંગ ધન $x-$ દિશામાં $128 \;m/s $ ના વેગથી ગતિ કરે છે અને તેવું જોવા મળ્યું છે કે દોરીની $4\;m$ લંબાઈમાં $5$ સંપૂર્ણ તરંગ સમાય છે. આ તરંગનું સમીકરણ શેના વડે દર્શાવી શકાય?
સ્ટીલના બનેલા તાર $A$ અને $B$ સમાન તણાવ હેઠળ કંપન કરે છે, $A$ નો પ્રથમ ઓવરટોન અને $B$ નો બીજો ઓવરટોન સમાન છે, $A$ ની ત્રિજયા $B$ કરતાં બમણી હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?