Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચાકગતિ કરતું ટેબલ $ 10\ s$ એક ભ્રમણ પૂર્ણ કરે છે. અને તેની જડત્વની ચાકમાત્રા $100$ $kg - m^2$ છે. $50\ kg $ દળનો માણસ ભ્રમણ કરતાં ટેબલના કેન્દ્ર પર ઊભો છે. જો માણસ કેન્દ્રથી $2\ m$ દૂર જાય તો ટેબલનો કોણીય વેગ $rad/sec$ માં કેટલો થશે ?
બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે ${I}_{1}$ અને ${I}_{2}$ છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_{1}$ અને $\omega_{2}$ છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
$2 \;{kg}$ દળ અને $50 \;{cm}$ ત્રિજ્યાનો ઘન નળાકાર $30^{\circ}$ ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $4 \;m/s$ છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર ($m$ માં) કાપ્યું હશે?
બે સમાન દ્રવ્યના પદાર્થો રિંગ અને ઘન નળાકાર એક ઢાળ પરથી સરક્યાં વિના ગબડે છે. ઢાળના તળિયે રિંગ અને નળાકારના દ્રવ્યમાનકેન્દ્રના વેગનો ગુણોત્તર $\frac{\sqrt{x}}{2}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
$1.5 \,m$ ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને $F=\left(12 t -3 t ^{2}\right) \,N$ જેટલા સ્પર્શીય બળ (જ્યાં $t$ એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $4.5 \,kg m ^{2}$ છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા $\frac{K}{\pi}$ છે. $K$ નું મૂલ્ય ........... હશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોસલા પર સમાન માન $F$ ના બે બળો ${\vec F_1}$ અને ${\vec F_2}$ લગાડવામાં આવે છે. બિંદુ $(2\vec i + 3\vec j)$ આગળ બળ ${\vec F_2}\,XY- $ સમતલમાં છે જ્યારે ${\vec F_1} \,Z- $ દિશામાં લાગે છે. $O$ બિંદુને સાપેક્ષે આ બળોની ચકમાત્રા કેટલી થાય?
દરેક દળ $'M'$ અને વ્યાસ ' $a$ ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે $OO ^{\prime}$ ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma ^{2}$ હોય, તો $x$ નું મૂલ્ય .......... થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.