Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઢોળાવ યુક્ત્ત સમતલ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. એક નક્કર ગોળો આ ઢોળાવ યુક્ત સમતલ પર સ્થિર સ્થિતિમાંથી સરક્યાં વિના નીચે ગબડ છે ત્યારે તેનો રેખીય પ્રવેગ ........ બરાબર હશે.
$L $ લંબાઈ અને $ h$ ઉચાઈનો ઢોળાવવાળા સમતલ પરથી $m$ દળ અને $R$ ત્રિજ્યાનું નળાકાર સરક્યા વિના ગબડે છે. જ્યારે નળાકાર તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થશે ?
$R$ ત્રિજ્યાની એક નિયમિત વર્તુળાકાર તકતીમાથી એક ચતુર્થ ભાગ કાપી લેવામાં આવે છે. તે ભાગનું દળ $M$ છે. મૂળ તકતીના કેન્દ્રમાથી પસાર થતી અને કાપેલા ભાગના સમતલને લંબ અક્ષ ને અનુલક્ષીને તે ભાગ ભ્રમણ કરે છે. તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું હશે?
એક કણનું સ્થાન $\overrightarrow {r\,} = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?
એક વજનદાર નક્કર ગોળાને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી ઉપર ગબડ્યા વગર પ્રારંભિક વેગ $u$ સાથે ફેકવાામાં આવે છે. જ્યારે તે શુદ્ધ રોલિંગ (ગબડતી) ગતિ શરૂ કરે ત્યારે તેની ઝડપ શું થશે?