Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીને $M$ દળનો અને $R$ ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે $d$ ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે $\frac{g}{4}$ છે, (જયાં $g$ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો $\frac{h}{d}$ નો ગુણોત્તર થશે.
બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થ શરૂઆતમાં અનંત અંતરે છે.તે બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણને કારણે ગતિ કરે છે.જ્યારે તે એકબીજાથી $r$ અંતરે હોય ત્યારે તેનો સાપેક્ષ વેગ કેટલો હશે?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન $W$ હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?
ધારોકે એક હળવો ગ્રહ એક બહુ વજનદાર તારાની ફરતે $R$ ત્રિજ્યાની કક્ષામાં $T $ આવર્તકાળથી ફરે છે.તારા અને ગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ $R^{-5\over 2}$ ના સમપ્રમાણમાં હોય તો $T^2$ કોના સમપ્રમાણ માં હોય ?