Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચકડોળ પ્રતિ મિનિટ $ 120 $ ભ્રમણો કરે છે. ચકડોળમાં બેસેલ એક બાળક રડતાં, ચકડોળને $ 2\ rad s^{-2}$ ના પ્રતિ પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો કેટલા સમયમાં ચકડોળ ઊભું રહેશે ? કેટલા પરિભ્રમણો બાદ ચકડોળ ઊભું રહેશે ?
બે શંકુઓને બિંદુ $O$ સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા $AB$ અને $CD$ પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ $CD$ ને લંબ તથા કેન્દ્ર $O$ એ $AB$ અને $CD$ ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર $O$ $ CD $ ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક $m$ દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
એક પૈડાનો કોણીય પ્રવેગ $3 \;rad/s^2$ છે અને તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\; rad/s $ છે. $2\;s$ માં તેણે કેટલા ખૂણાનું કોણીય સ્થાનાંતર ($rad $ માં) કર્યું હશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોસલા પર સમાન માન $F$ ના બે બળો ${\vec F_1}$ અને ${\vec F_2}$ લગાડવામાં આવે છે. બિંદુ $(2\vec i + 3\vec j)$ આગળ બળ ${\vec F_2}\,XY- $ સમતલમાં છે જ્યારે ${\vec F_1} \,Z- $ દિશામાં લાગે છે. $O$ બિંદુને સાપેક્ષે આ બળોની ચકમાત્રા કેટલી થાય?
એક પૈડું તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને $ 60\ rpm$ ની ઝડપથી ભ્રમણ કરે છે. જો આ અક્ષને અનુલક્ષીને પૈડાની જડત્વની ચાકમાત્રા $2\ kg m^2$ હોય,તો તેના ઉપયુક્ત ભ્રમણને એક મિનિટમાં રોકવા કેટલું ટોર્ક જોઇએ ?
$50\ cm$ લંબાઇના એક સળીયાને એક છેડાથી જડેલ છે. આ સળીયાને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંચકીને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. આ સળીયો જ્યારે સમક્ષિતિજને પસાર કરશે ત્યારે તેની કોણીય ઝડપ ($rad\, s^{-1}$ માં) થશે
આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ $(M)$ અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ $A$ થી $\frac{r}{2}$ અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... $Mr^2$ જેટલી થાય?