Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ જેટલી ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ $F$ ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે
એક સમક્ષિતિજ તક્તી (ડિસ્ક) તેના કેન્દ્ર માંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને પ્રતિ મિનિટે $90$ પરિભ્રમણોના દરે મુક્તપણે ભ્રમણ કરે છે. એેક $m$ દળના મીણ નો નાનો ટુકડો તકતી પર શિરોલંબ રીતે પડે છે અને તે અક્ષ થી $r$ અંતરે ચોંટે છે. જો પ્રતિ મિનિટે પરિભ્રમણો ની સંખ્યા $60$ સુધી ઘટે તો તકતી ના જડત્વની ચાકમાત્રા શું થાય?
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.
એક બળ $\vec{F}=(2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}) \,N$ બિંદુ $\vec{r}_1=(2 \hat{i}+4 \hat{j}+7 \hat{k}) \,m$. ઉપર લાગુ કરવામાં આવે છે. તો બિંદુ $\vec{r}_2=(\hat{i}+2 \hat{j}+3 \hat{k}) \,m$ ને અનુલક્ષીને બળ વડે ઉદભવતું ટોર્ક ............ $Nm$ હશે ?