Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
$40$ પાવરના મીણબત્તીના દીવાથી $0.6 \,m$ ના અંતરે ફોટોગ્રાફી પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય $20$ સેકન્ડ છે. તો $20$ પાવરના મીણબત્તીના દીવાથી $1.2\, m$ ના અંતરે તે જ પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય કેટલા ......$sec$ હશે?
$20 \;cm$ ની કેન્દ્રલંબાઈ વાળા બહિર્ગોળ અરીસાને કારના "સાઈડ-વ્યુ મીરર” તરીકે ફીટ કર્યો છે. આ કારથી $2.8\;m$ પાછળ રહેલી બીજી કાર $15 \;m / s$ ની સાપેક્ષ ઝડપથી પ્રથમ કારને ઓવરટેક કરે છે. તો પ્રથમ કારનાં "સાઈડ-વ્યુ મીરર" માં દેખાતી બીજી કારનાં પ્રતિબિંબની ઝડ૫ કેટલી હશે?
$90°$ પ્રિઝમ કોણની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તે કાચ હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે. જો પરાવર્તન કોણ $45° $ હોય તો વક્રીભવનાંક n . . . . . .
સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?