Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે $10\,cm ^2$ આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી $20\,m / s$. ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ $......\,N$ હશે.[પાણીની ધનતા : = $1000\,kg / m ^3$ આપેલ છે.]
એક નાના સ્ટીલના ગોળાને ગ્લિસરીનથી ભરેલ લાંબા નળાકર પાત્રમાં મુક્ત કરવામાં આવે છે. તો નીચેના માંથી ક્યો આલેખ આ ગોળાની ગતિ માટે વેગ વિરુદૂધ સમયનો આલેખ દર્શાવશે?
$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)
તેલનું ટીપું (ઘનતા $=0.8\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta_0$) એ બીજા પ્રવાહી (ઘનતા $=1.2\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta _{ L }$) પર તરે છે. ઘારો કે બંને પ્રવાહી મિશ્રણ થતા નથી. જે વેગથી વધશે તે $..............$ પર નિર્ભર છે.
એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે ?