Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નળીમાંથી એકમ આડછેદના ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતાં પ્રવાહીનું દળ $P^x$ અને $v^y$ ના સમપ્રમાણમાં છે જ્યાં $P$ એ દબાણનો તફાવત અને $v$ વેગ છે, તો $x$ અને $y$ વચ્ચેનો સંબધ શું થાય?
ભૌતિક રાશિ $y$ ને $y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો $y, m, r, l$ અને $g$ માં પ્રતિશત ત્રુટિ $18,1,0.5,4$ અને $p$ હોય, તો $x$ અને $p$ નું મૂલ્ય કેટલું હોય શકે?
વર્તુળનું સમીકરણ $x^2+y^2=a^2$, જ્યાં $a$ એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને $(0,0)$ ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : $(x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2$ માટે $A$ અને $B$ નાં સાચા પરિણામો ......... થશે. $t$ નું પરિમાણ $\left[ T ^{-1}\right]$ વડે આપવામાં આવે છે.
એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.