'એ લોકો' કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. ‘એ લોકો એટલે શ્રીમંત વર્ગ, તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રિબાતો હોય ત્યારે ‘એ લોકો’ તેના ગેરલાભ ઊઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. 'એ લોકો'એ સંવેદનશીલ બનીને ગરીબોનાં દુઃખ દર્દ દૂર કરવાં જોઈએ. તેઓની લાચારીનો લાભ ઊઠાવવી જોઈએ નહિ.