Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે તૂટીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. સમાન દળના બે ટુકડાઓ $30\; m/s $ ની સમાન ઝડપ સાથે એકબીજાને લંબ ઉડ્ડયન કરે છે. ત્રીજા ટુકડાનું દળ બીજા ટુકડાઓના દળ કરતા ત્રણ ગણુ છે. વિસ્ફોટ થયા પછી તરત જ તે ટુકડાઓની દિશા અને વેગનું મૂલ્ય શું હશે ?
$2 kg$ નો પદાર્થ $ 100 m/s$ ના વેગથી દિવાલ સાથે અથડાય ને તેટલા જ વેગથી પાછો આવે છે.જો દિવાલ સાથેનો સંપર્ક $1/50$ sec સમય હોય,તો દિવાલ દ્વારા કેટલું બળ લાગતું હશે?
આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય $(p-t)$ વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?
$m$ દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર $60^o$ ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
કોઈ પણ ક્ષણે $500\,g$ દ્રવ્યમાન ધરાવતા કણનો વેગ $\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right)\,ms ^{-1}$ છે. જો કણ પર લાગતું બળ $t=1 s$ સમયે $(\hat{i}+x \hat{j})\,N$ હોય, તો $x$ નું મૂલ્ય ...... હશે