Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$h$ ઊંચાઇના ટાવર પરથી એક ટેનિસ બોલને મુકત કરવામાં આવે છે અને તે લાકડાના બ્લોક સાથે અથડાઇને $\frac h2$ ઊંચાઇ સુધી જાય છે. બોલની આ ગતિ દરમિયાનનો વેગ વિરુધ્ધ ઊંચાઇનો આલેખ કેવી રીતે રજૂ કરવામાં આવે?
(અત્રે આકૃતિઓ ફકત રેખાકૃતિ સૂચવે છે અને તે એક જ સ્કેલ પર દોરેલ નથી.)
સીધા રસ્તા (હાઇવે) પર $72 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને $4 s$ માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન બસ દ્વારા કપાતું અંતર. . . . . . . હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે)
એક કણ $x-$ દિશામાં $f$ પ્રવેગથી ગતિ કરે છે, જે સમય $t$ સાથે $ f=f_0 \left( {1 - \frac{t}{T}} \right)$ સૂત્ર અનુસાર બદલાય છે. જયાં $f_0 $ અને $ T$ અચળાંકો છે. $t=0$ સમયે કણનો વેગ શૂન્ય છે. $t=0 $ અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જયારે $f=0$ હોય, ત્યારે કણનો વેગ $(v_x)$ શું હશે?
કોઈ $t$ સમયે કણના $x$ અને $y$ યામ $x = 7t + 4{t^2}$ અને $y = 5t$ મુજબ આપવામાં આવે છે જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો $t = 5\;s$ સમયે તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?
એક ટ્રેન એક સીધા ટ્રેક પર $0.2 \,m / s ^2$ પ્રવેગ સાથે સ્ટેશનથી સ્થિર સ્થિતીમાં શરૂ થાય છે અને તે પછી પ્રતિપ્રવેગ $0.4\;m / s ^2$ ને કારણે સ્થિર થાય છે. તે અન્ય સ્ટેશન પર મહત્તમ ઝડપ પ્રાપ્ત થયા પછી સ્થિર થાય છે. જો કુલ લાગેલ સમય અડધો કલાક હોય, તો બે સ્ટેશનો વચ્ચેનું અંતર [ટ્રેનની લંબાઈને અવગણો] .......... $km$ થાય?