એક પ્રિઝમનો આડછેદ સમબાજુ ત્રિકોણ ${ABC}$ આકૃતિમાં આપેલ છે. જ્યારે આપાતકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું હોય ત્યારે ન્યૂનતમ વિચલન જોવા મળે છે. $BC$ ના મધ્યબિંદુ થી $A$ સુધી પ્રકાશના કિરણને પહોચવા માટે લાગતો સમય ($\times 10^{-10}\, {s}$ માં) કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
$30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, $120\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
$30\, cm$ કેન્દ્રલંબાઇવાળો બર્હિગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઇવાળો અંર્તગોળ લેન્સ એકબીજાથી $d$ અંતરે સમઅક્ષીય રીતે મૂકેલા છે.સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર પાડવામાં આવે છે. ત્યારે અંર્તગોળ લેન્સમાંથી નીકળતા કિરણો પણ સમાંતર છે.તો $d=$______$cm$
જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \,\,cm $ અને $4 \,\,cm$ છે, ત્યારે સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશન પાવર શું થશે?
$\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?