Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $20\, g$ દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $B$ થી $h$ ઊંચાઈ એ આવેલા બિંદુ $A$ આગળથી $5\, m/s$ જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ $B$ આગળ પહોંચે છે, ત્યારે તેનું $O$ ની સાપેક્ષે કોણીય વેગમાન ....... $kg - m^2/s$ થશે.
એક હળવા સળિયાના છેડે $1.5\, {kg}$ દળ અને $50\, {cm}$ ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $5\, {m}$ છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (${kgm}^{2}$ માં)કેટલી થાય?
બે સમાન નળાકારમાંનો એક નળાકાર $-A \,\,50$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપે ગતિ કરે છે. ગતિ કરતો આ નળાકાર બીજા સ્થિર નળાકાર $- B $ ના સંપર્કમાં લાવવામાં આવે છે. બંને નળાકાર વચ્ચે ગતિક ઘર્ષણના કારણે સ્થિર નળાકાર સ્થિર સ્થિતિમાંથી કોણીય પ્રવેગથી ચાકગતિ શરૂ કરે છે. જ્યારે નળાકાર $-A $ પ્રતિપ્રવેગથી ચાકગતિ કરે છે. જો બંને નળાકારના કોણીય પ્રવેગનાં માનાંક $1$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ હોય, તો ...... $(\sec)$ સમય બાદ બંને નળાકારની કોણીય ઝડપ સમાન થાય.
એક પદાર્થ ચાકગતિ કરે છે. $\mathop A\limits^ \to$ એ પદાર્થની પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદીશ છે અને $\mathop B\limits^ \to $ એ પદાર્થ પર રહેલા કણ $P$ જે અક્ષ થી થોડે દૂર છે તેના વેગનો એકમ સદીશ છે . તો $\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ નું મૂલ્ય કેટલું થાય $?$