Question
ગોંડલોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો?

Answer

અહોમ લોકો $13$ મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભુઇયા (ભૂસ્વામી જમીનદાર) ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. $16$ મી સદીમાં તેમણે ચુટિયો (ઈ. સ. $1523$) અને કોચ-હાજો (ઈ. સ. $1581$) રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. $17$ મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા. ઈ. સ. $1662$ માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્યવિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહિ.

ગોંડલોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી) કરતા હતા. તેઓ નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે, ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં $70,000$ જેટલાં ગામડાં હતાં. ગઢ કઢંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓની આક્રમણ સામે ટકી શક્યું નહિ. આમ, ગોંડલોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જળતંગી એટલે શું?
વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો $:$
$(1)$ રાણીની વાવ સોલંકીયુગ દરમિયાન બંધાયેલી હતી.
$(2)$ રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે.
$(3)$ ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું.
$(4)$ દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી.
$(5)$ ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે.
મુખ્યમંત્રી અમૃતમ $($મા$)$ યોજનાની માહિતી આપો.
ટીવીના ફાયદાઓ જણાવો$. ($ત્રણ મુદ્દા લખો$.)$
ટૂંકનોંઘ લખો : મુહમ્મદ$-$બિન$-$તુગલક
અલાઉદ્દીન ખલજીનાં સુધારાઓ વર્ણવો.
જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કઈ રીતે થાય છે?
જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો.
ખાદ્યપદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ ?