Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રયોગમાં કોઈ એક સાધન વડે ખૂણો માપવામાં આવે છે. સાધનના મુખ્ય સ્કેલના $29$ કાપા એ વર્નિયર સ્કેલના $30$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલના નાનામાં નાનો કાપો અડધા અંશનો ($=0.5^o$) હોય, તો સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી હશે?
ભૌતિક રાશિ $ A = \frac{{{a^2}{b^3}}}{{c\sqrt d }} $ માં $a,b,c$ અને $d$ માં પ્રતિશત ત્રુટિ $1\%,3\%,2\%$ અને $2\%$ હોય,તો ભૌતિક રાશિ $A$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.
એક વિદ્યાર્થીં $\left( { g = \,\,\frac{{4{\pi ^2}\ell }}{{{T^2}}}} \right)$ ની ગણતરી માટે પ્રયોગ કરે છે. લંબાઈ $\ell$ માં ત્રુટિ $\Delta \,\ell$ અને સમય $T$ માં $\Delta T$ અને $n$ લીધેલા પરિણામોની સંખ્યા છે. $g$ નું માપન કોના માટે સૌથી ચોકકસાઈ પૂર્વકનું હશે ?
બરાબર $1\,m$ લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં $1\,kg$ ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો $0.4\,mm$ જેટલો વધારો $\pm 0.02\,mm$ ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ $\pm 0.01\,mm$ ની અનિશ્ચિતતા સાથે $0.4\,mm$ નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી $(\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}$ મળે છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?