Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રોકેટનું શરૂઆતનું દળ $1000\, {kg}$ છે. રોકેટને $20 \,{ms}^{-2}$ નો પ્રવેગ આપવા માટે તેના બળતણના દહનનો દર ${kg} {s}^{-1}$ માં કેટલો હોવો જોઈએ? રોકેટમાંથી બહાર આવતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ $500\, {ms}^{-1}$છે.
એક ન્યુટ્રોનનું દળ $1.67 × 10^{-27} kg $ છે અને તે $ 10^8m/s$ ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ $3.34 ×10^{-27 } kg$ હોય તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?
$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
$m$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની $l$ જેટલી લંબાઈ એકબાજુ અને $L - l$ જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે $l=\frac{L}{x}$ હોય, ત્યારે સાંંકળમાં $\frac{g}{2}$ જેટલો પ્રવેગ છે. $x$ નું મૂલ્ચ $........$ હશે.
સ્થિર પડેલા $0.9 \,kg$ દળના પદાર્થ પર $10\,s$ સુધી અચળ બળ લાગે છે. જો પદાર્થ $250 \,m$ ગતિ કરતો હોય તો તેના પરં લગાવેલ બળનું મૂલ્ય ($N$ માં) કેટલું હશે?
ત્રણ બળો $\vec{F}_1=(2 \hat{i}+4 \hat{j}) \,N ; \vec{F}_2=(2 \hat{j}-\hat{k}) \,N$ અને $\vec{F}_3=(\hat{k}-4 \hat{i}-2 \hat{j}) \,N$ ને ઊગમબિંદુ પર સ્થિર રહેલાં $1 \,kg$ દળનાં પદાર્થ પર લગાડવામાં આવે છે. તો સમય $t=2 \,s$ પદી પદાર્થનું સ્થાન ક્યાં હશે.
કણનો સ્થાન સદિશ સમય $t$ સાથે $\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m$ મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે.