Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l $ લંબાઇની દોરીના એક છેડે $m$ દળના કણ અને બીજા છેડાને સમક્ષિતિજ સમતલ ટેબલ પર રહેલ નાની ખીલી સાથે બાંધેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમાં ગતિ કરે, તો તેના પર લાગતું કુલ બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે? ($T$ દોરડા પરનું તણાવ છે)
$\frac{1}{3 \sqrt{3}}$ જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર $3\, kg$ દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે $60°$ કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય $3x$ છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. $3x$ નું મૂલ્ય ......... હશે.
$\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]$
સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ઢાળ $AB$ પર બિંદુ $B$ પાસેથી એક બ્લોક નીચે તરફ સરકે છે,જેમાં ઉપરનો $BC$ ભાગ લીસો અને બાકીનો $CA$ ભાગ ખરબસડો છે જેનો ઘર્ષણાંક $\mu$ છે. જ્યારે બ્લોક તળિયે બિંદુ $A$ પાસે પહોચે ત્યારે તે સ્થિર થાય છે. જો $BC=2AC$, હોય તો તેનો ઘર્ષણાંક $\mu=k \tan \theta$ વડે આપવામાં આવે છે.તો $k$ નું મૂલ્ય કેટલું હશે?
એક ચક્ર સમક્ષિતિજ સમતલ માં તેની સમિતિ ની અક્ષ ફરતે $3.5$ ભ્રમણ પ્રતિ સેકન્ડ ના દરે ફરે છે. તેની ભ્રમણાક્ષ થી $1.25\,cm$ અંતરે એક સિક્કો સ્થિર રહે છે. તો સિક્કા અને ચક્ર વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? $(g\, = 10\,m/s^2)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલ પર $2\;kg$ નો બ્લોક $A$ રહેલ છે, તેમની વચ્ચેનો સ્થિત ઘર્ષણાક $0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ ($kg$ માં) કેટલું હોવું જોઈએ કે જેથી બંને બ્લોક ખસે નહીં. દોરી અને ગરગડીને ઘર્ષણરહિત અને દળવિહીન ધારો. $(g = 10\,m/{s^2})$