Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા $ r $ અને પાત્રની કોણીય આવૃતિ $\omega $ પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો થાય?
$0.3\,g$ દળ અને $8\,g / cc$ જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા $1.3\,g / cc$ હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ $x \times 10^{-4}\,N$ હશે . [g $:=10 m / s ^2$ લો.]
$\frac{2}{{\sqrt \pi }}cm$ વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી $5\,minutes$ માં $15\,litre$ ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ અને પાણીનો શ્યાનતાગુણાંક $= 10^{-3}\,Pa.s$ )
ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં $12\, {m}$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી $'{h}'$ ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે $h$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.
પાત્રમાં $H$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.પાત્રના તળિયે છિદ્ર પાડતાં ${T_1}$ સમયમાં પાણી $\frac{H}{\eta }\,(\eta > 1)$ ઊંચાઇ સુધી થાય છે.હવે બાકીનું પાણી ખાલી થતાં લાગતો સમય ${T_2}$ છે,જો${T_1} = {T_2}$ હોય,તો $\eta =$ ____