Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રસરતા તરંગનું સુત્ર $y=A \cos 240\left(t-\frac{x}{12}\right)$ જ્યાં સમય $t$ સેક્ન્ડ, અંતર $x$ મીટરમાં છે. $0.5 \,m$ દૂર બે જગ્યાઓ વચ્ચેનો કળા તફાવત ($SI$ એકમમાં) કેટલો છે.
એક તરંગને $Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)$,વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $Y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... $km\,h ^{-1}$ હશે.
બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ $110\, cm$ છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ $6 : 3 : 2$ ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ $400\, N$ અને તારની એકમ લંબાઈ દીઠ દળ $0.01\, kg/m$ છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ $Hz$માં કેટલી મળે?
ગિટારનો તાર $440\, Hz$ ના આવૃતિવાળા સ્વરકાંટા સાથે $5\, Hz$ આવૃતિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે $437\,Hz$ ના આવૃતિવાળા સ્વરકાંટા સાથે $8\, Hz$ આવૃતિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. તો તારની આવૃતિ ($(Hz)$ માં) હશે?