Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણનો વેગમાન $p\left( kg m / s\right)$ માં એ સમય $t$ ($s$ માં) સાથે $p=2+3 t^2$ મુજબ બદલાય છે. તો $t=3 s$ એ કણ પર લગાડવામાં આવતું બળ ........... $N$ હશે.
$2\, kg$ દળ ધરાવતો પદાર્થ $(2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. $4$ સેકન્ડ બાદ, તેના નવા યામો $(8, b, 20)$ છે. $b$ નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
$0.05\,kg$ નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં $10\,ms^{-1}$ સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય $t =0.005\,s$ હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ $.......N$ હશે.
લિફ્ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર $2\, kg$ નો દળ લટકાવેલ છે. હવે લિફ્ટ $2 \,m/sec^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ....... $kg$ હશે.
શિરોલંબની ઉડાન માટે $600\; kg$ નું રોકેટ તૈયાર કરેલ છે. જો બહાર નીકળતા વાયુની ઝડપ $1000\; m/s$ હોય, તો તેના વજનને ઊંચકાવવા માટે જરૂરી બળ પૂરું પાડવા પ્રતિ સેકન્ડે કેટલો વાયુ ($kg\,s^{-1}$ માં) બહાર કાઢવો જોઈએ?