કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓ અંદરોઅંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું, “કૃષ્ણને જવું પડે તેમાં તેના જીવનું જોખમ છે.” એક મિત્રએ કહ્યું, “કાલે કાનુડો નવો દડો લેતો આવે. આ દડો ભલે કાલિય નાગના ઘરે રહે.” કેટલાકે કહ્યું, “કનૈયાના જીવને જોખમમાં ન મુકાય.” સૌ – કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઇચ્છતા હતા.