કૃષ્ણ દડો લેવા માટે યમુના નદીમાં કૂદી પડ્યા.તેમાં રહેતા કાલિય નાગ પાસે જઈ પહોંચ્યાં. નાગણો એ તેમને પાછા મોકલવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેઓ પાછા ગયા નહી. આખરે નાગણોએ નાગને જગાડયા અને કૃષ્ણ અને નાગ વચ્ચે ધમાસાણ યુધ્ધ થયું. બંને બળિયાઓ બથંબથ્થ આવી ગયા. આખરે કૃષ્ણએ કાલિય નાગને પોતાના વશમાં કરી લીધો અને એના માથા પર ચઢી બેઠા. કાલિયા નાગ પોતાની હજારો ફેણ ફુંફવવા લાગ્યો.