$L$ જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને $N$ સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર $(B_L)$ અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર $(B_C)$ નો ગુણોત્તર $\frac {B_L}{B_C}$ એ ______ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાંતર તાર ${i_1}$ અને ${i_2}$ વિધુતપ્રવાહનું વહન કરે છે. (${i_1} > {i_2}$ ) જયારે પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે તારની મઘ્યમાં આવેલ બિંદુએ ચુંબકીયક્ષેત્ર $10\, \mu T. $ છે.જયારે ${i_2}$ ની દિશા ઉલટાવવામાં આવે ત્યારે તે બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર $30\, \mu T.$ થાય તો $\frac{i_1}{i_2}$ કેટલું થાય?
$5\,cm,12\,cm$ અને $13\,cm$ બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ $2\,A$ નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ $0.75\,T$ મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની $13\,cm$ વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. $5\,cm$ ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય $\frac{x}{130}\,N$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.
સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા $a$ છે જે અંદરની અને બહારની ત્રિજ્યા ${b}$ અને $c$ તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી $x$ અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે$(i)$ ${x}<{a}$ અને $(ii)$ ${a}<{x}<{b}$ હોય ત્યારે કેટલો થાય?
ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ $0.5\, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $0.5\,T$ ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો $100\, V/m$ નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે?
$a$ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. પ્રવાહ તારના સમગ્ર આડછેદમાંથી સમાન રીતે વહે છે. $\frac{ a }{2}$ અને $2a$ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?