Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, kg$ દ્રવ્યમાનની એક વર્તુળાકાર તક્તી તેના કેન્દ્રથી જોડેલ તાર દ્વારા લટકાવવામાં આવેલ છે. આ તક્તીને ઘુમાવીને તારમાં વળ ચડાવી તેને મુક્ત કરવામાં આવે છે. આ વળ (ટોર્શનલ) દોલનોનો આવર્તકાળ $1.5\, s$ છે. આ તક્તીની ત્રિજ્યા $15 \,cm$ છે. આ તારનો ટોર્શનલ સ્પ્રિંગ-અચળાંક નક્કી કરો. ($\alpha -$ એ ટૉર્શનલ સ્પ્રિંગ-અચળાંક છે જે સંબંધ $J = -\alpha \theta $ દ્વારા વ્યાખ્યાયિત છે. જ્યાં $J $ પુનઃસ્થાપક બળ-યુગ્મ અને $\theta $ એ વળ-કોણ છે.)
સરળ આવર્ત ગતિ કરતાં એક બિંદુનો આવર્તકાળ $T$ છે અને ગતિનું સમીકરણ $x = a \sin (\omega t +\pi / 6)$ વડે આપવામાં આવે છે. આવર્તકાળના કેટલામાં ભાગ પછી બિંદુનો વેગ તેના મહત્તમ વેગથી અડધો થાય?
$90 \,J$ જેટલી કંપનગતિની ઊર્જા અને $6 \,cm$ નો કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્તગતિ એક કણ કરી રહ્યો છે. જ્યારે તે કણ મધ્યબિંદુુથી $4\, cm$ અંતરે પહોંચે છે. ત્યારે એક ક્ષણ માટે રોકીને છોડવામાં આવે છે. હવે તેનાં દોલનની નવી ઉર્જા ......... $J$ થશે.
$l_{A}$ અને $l_{B}$ લંબાઈ ધરાવતી બે સ્પ્રિંગના છેડે અનુક્રમે $M_{A}$ અને $M_{B}$ દળ લટકવેલા છે. જો તેમના દોલનોની આવૃતિ વચ્ચેનો સંબંધ $f_{A}=2 f_{B}$ હોય તો .....
ઉગમબિંદુને અનુલક્ષીને કણ $x-$અક્ષ પર દોલનો કરે છે. તેની સ્થિતિઉર્જા $V(x) = k | x |^3$ મુજબ બદલાય છે. જ્યાં $k$ ધન અચળાંક છે. જો તેનો કંપવિસ્તાર $a$ હોય તો તેનો આવર્તકાળ $T$....